દોલજીભાઇ વિરજીભાઇ કોટડ
પ્રમુખશ્રી, તાલુકા પંચાયત
શ્રી આર.આર. બરજોડ
તાલુકા વિકાસ અધિકારીશ્રી
Vikas Path
ઇવેન્ટ કૅલેન્ડર
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ

તાલુકા વિષે

દરેક શહેરની આગવી વિશેષતા હોય છે. તેવી જ રીતે ભિલોડા શહેરનો પણ એક અવિસ્‍મરણીય ઈતિહાસ છે. આવો આપણે ભિલોડા ઈતિહાસ ગાથાનું રસપાન કરીએ છીએ. ભિલોડા શહેર આશરે ૧ હજાર વર્ષ પહેલાં અહીથી બે કિલોમીટર દુર ઝાંઝરમાતાના મંદિર પાસે વસેલું હતું. હાલ ત્‍યાં ખંડેર હાલતમાં ઈંટો તથા અવશેષો છે તે વખતમાં બનાવેલ ઐતિહાસિક પાણીનો કુંડ તથા પૌરાણિક નયનરમ્‍ય વાવ જોવા મળે છે. તે સમયે કરણસિંહ રાજ કરતા હતા. હાલનું ભિલોડા ૯૭૦ વર્ષ જૂનું છે. ભિલોડા શહેર પહેલાં ઈડર સ્‍ટેટના શાસન નીચે હતું.

નામકરણ :

દરેક શહેર તેમજ ગામના નામની પાછળ કંઈક હેતુ તથા સાથે છુપાયેલો હોય છે. જેમકે અમદાવાદ શહેરનું નામ અહેમદશાહ બાદશાહ એ સ્‍થાપના કરી હતી તેથી તેનું નામ અમદાવાદ છે. તેવી રીતે ભિલોડા શહેરના નામની પાછળ એક રહસ્‍ય છે જે આપણે જાણવાનો પ્રયત્‍ન કરીએ.

કહેવાય છે કે અહી ૯૭૦ વર્ષ પહેલા ભિલ લોકોની વસ્‍તી હતી.તે લોકો અહી કબિલામાં રહેતા હતા. તેઓનો એક સમાજ હતો. આદીકાળ સમય તે લોકો ઘાસ તેમજ વાંસના તંબુ આકારના સુંદર મજાના ઘરમાં રહેતા હતા, અને આ તંબુ આકારના વાંસ તેમજ ઘાસના ઘરને તે સમયે ઔડા ના નામથી પ્રચલિત હતા. આમ તે લોકો ઓડા બનાવીને રહેતા હતા. તેથી તે સમયે આ વિસ્‍તારને એક સરસ નામથી ઓળખવામાં આવતું હતું જે નીચે મુજબ સ્‍થાપીત થયું. ભીલ + ઔડા = ભિલોડા. તો મિત્રો આપણા આજના આ શહેરનું નામની પાછળ આવું એક તથ્‍ય છુપાયેલુ છે. અને તેથીજ આજ આ નાનકડુ ભિલોડા શહેર એક આગવું સ્‍થાન ધરાવે છે.

આ તાલુકો સાબરકાંઠા જિલ્‍લાની ઉત્‍તર દિશામાં આવેલ છે. તાલુકાની ઉત્‍તરે વિજયનગર તાલુકો દક્ષિણ દિશાએ હિંમતનગર તાલુકો પૂર્વ દિશાએ મેઘરજ તાલુકો પશ્રિમ દિશાએ ઈડર તાલુકો આવેલો છે.

સામાન્ય રૂપરેખા

  • ગામડાઓ - ૧૪૫
  • ગ્રામ પંચાયતો - ૭૯
  • વિસ્તાર - ૭ર૦.૪પ ચો. કિ.મી.
  • વસતી - ર૦૬૧૬૮
  • સાક્ષરતા - ૭૦%
  • પ્રાથમિક શાળાઓ - ર૬૦
  • માઘ્‍યમિક શાળાઓ - ૭૬
  • કોલેજો - ૩
વધારે...
Go to Navigation