જોવાલાયક સ્થળો

 • ઝાંઝરી

  ઝાંઝરી

  સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામથી ૪.૦૦ કિ.મી.ના અંતરે ઝાંઝરીના નામે પ્રવાસન સ્થળ આવેલ છે.
  આ સ્થળ તાલુકા મક બાયડ થી ૧૬.૦૦ કિ.મી અને દહેગામથી ૩ર.૦૦ કિ.મી દુર આવેલ છે.દહેગામ-બાયડ હાઈવે રસ્તાથી પ. કિ.મી દુર આવેલ છે. ઝાંઝરી (ડાભા) ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. જે.ઈ.સ.૧૯૬પ (સંવત-ર૦રર) માં બાંધવામાં આવેલ છે. જે ધાર્મિરીતે અગત્યનું સ્થળ છે. તેમજ કુદરતી નૈસગિક સૌંદર્યતા ધરાવતું સ્થળ છે. ઉપરના ભાગેથી આવતો પાણીનો પ્રવાહ કુદરતી ધોધ સ્વરૂપે નીચે પડીને નયનરમ્ય દૂશય બનાવે છે. જે પ્રવાસીઓ માટે આર્કષણનું કેનદૂ છે. ગંગેશ્વરમહાદેવના દર્શાનાથે તથા શાંત અને પ્રકૃતિ સ્થળે જાહેર જનતા માટે પિકનીકનું માનિતું સ્થળ છે. બાયડ તાલુકા સાબરકાંઠા જિલલામાંથી તથા અમદાવાદ, ગાંધીનગર,ખેડા,જિલ્લાના પ્રવાસીઓ આવે છે. આ સ્થળે જનમાષ્ટમી, શિવારાત્રી પર્વના દિવસે મેળો ભરાય છે.

  વધુ વાંચોઓછુ વાંચો
 • વિષ્ણું મંદિર શામળાજી

  ભિલોડા, તાલુકાનું વિષ્ણું મંદિર શામળાજી,

  પુરાણોમા ગદાધર ક્ષેત્ર તરીકે જાણીતું શામળાની મેશ્વો નદીના કાંઠે આવેલું પ્રખ્યાત હિંદુ યાત્રાધામ છે. હિન્દુ સ્થાપત્યનો ઉત્કુષ્ટ નમુનો ધરાવતા શામળાજી મંદિરમાં શામળાજીની મુર્તીની પ્રાણ પ્રતિષ્ઠા ૧૮૬૦ માં કરવામા આવી હતી. લોકવાયકા મુંજબ પ્રાચીનકાળમા આ વિસ્તારમાં કરામ્બુજ તળાવ હતું આ તળાવ સુકાઈ જતા એક આદીવાસી યુવાને તેમાં હળ વડે ખેતી કરતો હતો ત્યારે ભગવાન શામળીયાની મુર્તી મળી હોવાનું કહેવાય છે. ત્યારથીજ આ વિસ્તારના આદીવાસી ભાઈ- બહેનો આ ભગવાનને આરાઘ્ય દેવ તરીકે પુજે છે. દર વર્ષે કાર્તિકી પુનમેદેવ દિવાળીએ શામળાજીમાં ભ્વય લોક મેળો ભરાય છે.

  વધુ વાંચોઓછુ વાંચો
 • જુના ભવનાથ મંદિર

  જુના ભવનાથ મંદિર

  આ સ્થળ ભિલોડા તાલુકાના મઉ ગામે આવેલ છે. ભિલોડા તાલુકા મથકથી આશરે. ૬ કિ.મી દુર આવેલ છે. આ સ્થળ આશરે. ૧૩૦૦ વર્ષ જુનુ હોવનો આધાર શિલાલેખ .સપરથી મળે છે. ભવનાથનુ નામભૃગ કુડને લીધે જાણીતુ છે. કુંડની મીટીથી સ્નાન કરાવાથી કોઢ નો રોગ મટે છે. તેવુ માનવામા આવે છે. આ જગ્યાએ મહાદેવનું મંદિર તેમજ ભૃગઋષનિ પુત્ર અવન ઋષનિ મંદિર પણ આવેલ છે. આ સ્થળ હાતમતી નદીના ડેમના કીનારા ઉપર અને ડુગરોની વચ્ચે રમણીય સ્થાનમાં આવેલું છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે તેમજ શિવરાત્રીના દિવસે મેળો ભરાય છે. આ મેળામા મોટી સંખ્યામાં લોકો આવે છે.

  વધુ વાંચોઓછુ વાંચો
Go to Navigation