જનની સુરક્ષા યોજના

ક્રમ. યોજનાઓ વિગત
યોજનાનું નામ/પ્રકાર જનની સુરક્ષા યોજના
યોજના શરૂ થયાનું વર્ષ ૨૦૦૫
યોજનાનું નાણાકીય સ્ત્રોત નેશનલ રૂરલ હેલ્થ મિશન હેઠળ આ યોજનાનો અમલ થાય છે.NHN પ્રોગ્રામ હોઇ તેની નાણાકીય પેકેજ પ્રમાણે ભારત સરકારનો ૮૫ અને રાજ્ય સરકારનો ૧૫% ફાળો છે.
યોજનામાં છેલ્લે ક્યારે સુધારો કરવામાં આવ્યો? તા:-૦૫-૦૧-૨૦૦૯
યોજનાના લાભાર્થીની પાત્રતાના માપદંડ આ યોજનામાં ગરીબી રેખા હેઠળની (BPLકાર્ડ ધરાવતી ) કુટુંબોની પ્રસુતા બહેનો અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિ કુટુંબોની તમામ પ્રસુતા બહેનોને લાભા આપવામા6 આવે છે.જે લાભાર્થી પાસે કાર્ડ ઉપલબ્ધ ન હોય તેઓના વિસ્તારના તલાટી કમા મંત્રી સરપંચ મામલતદાર પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
યોજના અંતર્ગત સહાય/લાભ આ યોજના હેઠળ લાભાર્થીને પોષણયુક્ત ખોરાક પ્રસુતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્ય કોઇ ખર્ચને પહોંચી વળવા માટે સગર્ભાવસ્થામાં બેરરા ચેક ધ્વારા ચુકવવામાં આવે છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૭૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ.૬૦૦/- આપવામાં આવે છે.
યોજનનો લાભ મેળવવા માટે પધ્ધતી આ યોજના અંતર્ગત માટે સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસે ફોર્મ ભરવાનું રહેશે.અને સાથે BPL કાર્ડનો હોવાનો પુરાવો અથવા આવકનો દાખલાનો પુરાવો લગાવવાનો રહેશે.
યોજનાનો લાભ ક્યાંથી મળશે.? સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસે (આપના વિસ્તાર) ના ધ્વારા આપને આ લાભ આપવામાં આવશે.
Go to Navigation