કસ્તુરબા પોષણ સહાય યોજના

ક્રમ યોજનાઓ વિગત
યોજનાનું નામ/પ્રકાર કસ્તુરબા પોષણ સહાય યોજના
યોજના શરૂ થયાનું વર્ષ ૨૦૧૧-૧૨
યોજનાનું નાણાંકીય સ્ત્રોત ગુજરાત રાજ્ય
યોજનામાં છેલ્લે ક્યારે સુધારો કરવામાં આવ્યો? ........................
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ તથા શહેરી વિભાગ ધ્વારા જાહેર કરાયેલ ગરીબી રેખા હેઠળના કુટુંબની સગર્ભા માતાઓ.
યોજના અંતર્ગત સહાય/લાભ *સગર્ભાવસ્થા,પ્રથમ છ માસિક ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવાથી રૂ.૨૦૦૦/- ની સહાય. *સરકારી દવાખાનામાંસુવાવડના પ્રથમ અઠવાડિયામાં રૂ.૨૦૦૦/- ની સહાય. *બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન-એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂ. ૨૦૦૦/- ની સહાય આમ કુલ મળી રૂ.૬૦૦૦/-ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે.
યોજનાના લાભ મેળવવા માટેની પધ્ધતિ *આ નાણાં સીધા લાભાર્થીના બેંક ખાતામાં ચેકથી નક્કી કરેલ સમયાંતરે શરતોને આધીન રહીને ચુકવવાના રહેશે. *આ નાણાકીય સહાય સમગ્ર રાજ્યની તમામ ગરીબી રેખા હેઠળની લાભાર્થી મહિલાઓને મળવાપાત્ર થશે. *આ ઠરાવની તારીખથી લાભાર્થીઓ જે તે શરતી તબક્કે હશે તે તબક્કા /તબક્કાઓ મુજબ જે તે હપ્તા/હપ્તાઓના હકદાર બનશે.
યોજનાનો લાભ ક્યાંથી મળશે.? નાણા સીધા લાભાર્થીના બેંક ખાતામાં/પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થશે.
Go to Navigation