નિર્મળ ગુજરાત

નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત ગુજરાત રાજયને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.

આ યોજના અંતર્ગત ગામ તથા ઓફિસને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.

ઓફિસોમાં રેકર્ડ વર્ગીકરણ, સફાઈ જેવી કામગીરી તથા ગામમાં ઉકરડા સ્થળાંતર, શૌચાલય બનાવવા વિ. જેવી કામગીરી હાથ ધરવામાં આવે છે.

યોજના વિશે (માહિતી)

 • (૧) એપીએલ શોચાલય

  અત્રેની શાખા હસ્તક નિર્મળ ગુજરાત-ર૦૦૭ અન્વયે એપીએલ શોચાલયની કામગીરી ચાલે છે. એપીએલ શોચાલય ના ૧૬૯૩૬૦ ના લક્ષાંક ની સામે ૧૬૯૩૬૦ શોચાલય વર્ષ ર૦૧૧-૧ર માં બનાવેલ છે. જે અંગે નાણાંકીય ખર્ચ રૂ.૧,૧૧,૦૧૮/-
 • (ર) સફાઈવેરો

  સફાઇવેરો થવા પામેલ છે સ્‍વચ્‍છતા અભિયાન અન્‍વયે સફાઇ અંગેની કામગીરી જોતા સફાયવેરો ૫૧૮ ગ્રામ પંચાયતમાં દાખલ કરેલ છે ગ્રામ પંચાયતનું માંગણું રૂા.૧૨૦.૭૫ લાખછે. જે પૈકીરૂા.૬૦.૮૫/- લાખની વસુલાત થયેલ છે સફાઇની કામગીરી અર્થે અત્રેના જિલ્લામાં ટ્રેકટર ૩ ડસ્‍ટબીન ૧૬૧ ટ્રોલી ૯ તેમજ તગારા પાવડા ત્રિકમ જેવા અન્‍ય સાધનો ૧૧૨૫ રોકાયેલ છે. સફાઇ જુથની સંખ્‍યા ૧૬ છે.
 • (૩) સફાઈ અંગેની કામગીરી

  સફાઈની કામગીરી અર્થે સ્વૈચ્છિક સંસ્થા ઘ્વારા ૧ર૯ જેટલા ડસ્ટબીનની યોગદાન આવેલ છે રૂ.૯૦૦૦/- ની રોકડ મદદ મળેલ છે. તેમજ લોમફાળે રૂ.૪૦,૦૦૦/-મળેલ છે.
 • (૪) હેલ્થ ચેકઅપ

  નિર્મળ ગુજરાત અંતર્ગત વર્ષ – ૨૦૧૨ માં આરોગ્‍ય શાખા દ્વારા જિલ્‍લા પંચાયત અમદાવાદની તમામ શાખાના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓની હેલ્‍થ ચેકઅપમાં ડાયાબીટીસ રોગની ચેકઅપ કામગીરી તા.૩૦/૬/૧૨ની સ્થિતીએ કુલ-૩૯૪૦ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓની હેલ્‍થ ચેકઅપમાં ડાયાબીટીસ રોગની તપાસ કરવામાં આવી.
 • (૫) ડોર ટુ ડોર કલેકશન

  નિર્મળ ગુજરાત અંતર્ગત અત્રેના જિલ્લામાં દશક્રોઇ તાલુકામાં વહેલાલ, ઝાણું, ચોસર, ઘુમા, બોપલ, જેતલપુર, અસલાલી, મુક્તિપુરા, મિરોલી, ઓડ, પાલડી-કાંકજ તથા લપકામણ, સાણંદ તાલુકામાં મણીપુર, ગોધાવટા, મોરૈયા, નિધરાડ, ગોધાવી અને કાણેટી ગામે ડોર ટુ ડોર કચરો કલેકશન કરવાની કામગીરી ચાલે છે.
Go to Navigation