શાળા આરોગ્ય કાર્યક્રમ

ક્રમ યોજનાઓ વિગત
યોજનાનું નામ/પ્રકાર શાળા આરોગ્ય કાર્યક્રમ
યોજના શરુ થયા વર્ષ ૧૯૯૭
યોજનાનું નાણાકીય સ્ત્રોત રાજ્ય સરકારશ્રી તરફથી અનુદાન
યોજનામાં છેલ્લે ક્યારે સુધારો કરવામાં આવ્યો ? વર્ષ ૨૦૧૦-૨૦૧૧
યોજના લાભાર્થીની પાત્રતાના માપદંડ નવજાત શિશુથી ૧૮ વર્ષના તમામ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળાએ ન જતા બાળકો.
યોજના અંતર્ગત સહાય/લાભ
  • આરોગ્ય તપાસ
  • સ્થળ પર સારવાર
  • વિના મુલ્યે ચશ્મા વિતરણ સંદર્ભ સેવા
  • હદય,કીડની તેમજ કેન્સર જેવા ગંભીર રોગની કીડની પ્રત્યારોપણ સહિતની સારવાર
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય તપાસ અને સારવાર તબીબી અધિકારી દ્વારા કરવામાં આવે છે.વધુ સારવારની જરૂર જણાય તો સામુહિક આરોગ્ય કેન્દ્ર હોસ્પીટલમાં સંદર્ભ સેવા આપવામાં આવે છે.જેનું સંદર્ભ કાર્ડ તબીબી અધિકારી દ્વારા ભરી આપવામાં આવે છે.હદય, કીડની જેવી ગંભીર બીમારીવાળા બાળકોને રાજ્યની એપેકસ હોસ્પીટલમાં વિના મુલ્યે સારવાર આપવામાં આવે છે.
યોજનાનો લાભ ક્યાંથી મળશે? નજીકના સરકારી દવાખાનામાં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર અને જનરલ હોસ્પિટલ
Go to Navigation